ઇન્ડિયન કોમર્સ એસોસિએશનની ૭૬મી ત્રીદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આ વર્ષે કર્ણાટકના બેંગલુરુ ગાર્ડન સિટી યુનિવર્સિટી ખાતે યોજાયો જેમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત સાર્ક દેશોની વિવિધ યુનિવર્સિટીઓના ૧૨૫૭ અધ્યાપકો તેમજ દેશની વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ એ ભાગ લીધેલ.
વાણિજ્ય વિદ્યાશાખામાં ઇમ્પિરિકલ રીસર્ચ ક્ષેત્રે દેશનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રો. મનુભાઈ શાહ રિસર્ચ એવોર્ડ કેટેગરીમાં ઇમ્પિરિકલ રીસર્ચ ઇન ધ ફિલ્ડ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન બીઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી વિષયમાં સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગરના આચાર્ય તેમજ ગુજરાત યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીના ડીન ડૉ. આશિષ જનકરાય દવે, ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ કોમર્સના એડવાન્સ્ડ બિઝનેસ સ્ટડીઝ વિભાગાધ્યક્ષ પ્રોફેસર ડૉ. ગુરુદત્તા જપી અને ઇથિઓપિયા ટાઇગ્રે સ્થિત એડિગ્રાટ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર તેશોમે મેન્ગસ્તુ મેકોનેનના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડપ્શન પ્રકટાયસીસ એન્ડ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી પરફોર્મન્સ વીથ રેફરન્સ ટુ સિલેક્ટેડ સ્ટાર્ટ અપ ઓફ અમદાવાદ સીટી શોધ સમસ્યા પરના ઇમ્પિરિકલ શોધ કાર્યને પ્રથમ ક્રમાંકે સ્વિકારી સુવર્ણ ચંદ્રક થી સમ્માનિત કરવામાં આવેલ છે, વર્તમાન બદલાતા સમયમાં સ્ટાર્ટ અપના માધ્યમથી ટકાઉ સ્વાવલંબન પ્રાપ્ત કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનીક ભવિષ્યમાં કેટલી પૂરક બની શકે છે તે વિષય પર આ ઉત્તમ શોધ કાર્ય માર્ગદર્શક બની રહે તેમ છે, આ સમ્માન ગુજરાત રાજ્યમાં અંદાજે બે દાયકા બાદ પ્રાપ્ત થયેલ છે જે ગુજરાત રાજ્ય અને ગુજરાત યુનિવર્સિટી તથા સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગર માટે ગૌરવની ઘટના છે



